મંગળવાર, 14 જાન્યુઆરી, 2025

તક એકવાર જ મળે છે!

     એકવાર એક ગરીબ ધોભી તળાવ પર કપડાં ધોઈ રહ્યો હતો. કપડાં ધોઈને તે કપડાંનું પોટલું બાંધીને ઘર તરફ જવા લાગ્યો, તેને રસ્તામાં એક ચમકદાર પથ્થર મળ્યો. તેને તે પથ્થર લઈ લીધો અને તેને જોવા લાગ્યો. પથ્થર ખૂબ જ સુંદર છે આ પથ્થરને હું ઘરે લઈ જઈશ અને ઘરમાં પ્રકાશ માટે ઉપયોગ કરીશ. ત્યાંથી તે ચાલતાં - ચાલતાં આગળ ગયો, એટલે સામે એક ઝવેરી તેને મળ્યો. ઝવેરીએ ધોબીના હાથમાં આ ચમકદાર પથ્થર જોયો. તેને ધોબીને કહ્યો "ઊભો રે, તારા હાથમાં આ શું છે?" એટલે ધોબી એ જણાવ્યું કે, "આ એક ચમકદાર પથ્થર છે મને રસ્તામાંથી મળ્યો છે." ઝવેરી એ કહ્યું આ પથ્થર તું મને આપી દે હું તને એક રૂપિયો આપુ. એટલે ધોબી કહે "ના ભાઈ ના એક રૂપિયામાં નહિ, મને દસ રૂપિયા આપે તો તને આપું". એટલે ઝવેરી લોભી હતો એટલે તેને ના પાડી, ધોબી મને એક રૂપિયામાં આપી દેશે એવું વિચાર્યું, પણ ધોબી ત્યાંથી ચાલવા લાગ્યો.
 થોડાક દૂર જતા બીજો ઝવેરી આવતો હતો, તેને ધોબીને ઉભો રાખ્યો ને પૂછ્યું આ પથ્થર મને આપી દે કેટલા રૂપિયા જોઈએ, તેને કહ્યું દસ રૂપિયા આપે તો આપુ. બીજો ઝવેરી તરત જ દસ રૂપિયા આપ્યા અને પથ્થર લઈ લીધો. ધોબી ખુશ થતા - થતા જતો હતો, ત્યાં પહેલો ઝવેરી મળ્યો તેને કહ્યું, તે પથ્થર ક્યાં છે? ધોબી કહે તે પથ્થર મે દસ રૂપિયા માં આપી દિધો છે. ઝવેરી બોલ્યો, " મૂર્ખ ધોબી તે પથ્થર નહિ પણ હીરો હતો, તેની કિંમત દસ રૂપિયા નહિ લાખો રૂપિયા છે અને તે દસ રૂપિયામાં આપી દીધો". ત્યારે ધોબી હસવા લાગ્યો "મને નહોતી ખબર કે તેની કિંમત લાખો રૂપિયા છે, પરંતુ તમને ખબર હોવા છતાં તમે તેને દસ રૂપિયા માં ન ખરીદ્યો તો સૌથી મોટા મૂર્ખ તમે કહેવાઓ". અને ઝવેરી ને ખુબ પસ્તાવો થયો.

બોધ: આમ જીવનમાં તક એક જ વાર મળે છે, તે આપને ઝડપી લેવી જોઇએ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Spin Button સાથે List Spin Button સાથે List − + Item દેખાશે