ગુરુવાર, 2 જાન્યુઆરી, 2025

પ્રેરક વાર્તા (અંધશ્રદ્ધા)

    એક વૈજ્ઞાનિક હતો, તેને એક તીડ ઉપર પ્રયોગ કર્યો. તેને એક તીડને તાલીમ આપી, વૈજ્ઞાનિક તીડને કૂદવા માટે કહે તો તે કુદે. હવે આ તાલીમ પામેલા તીડને એક દિવસ પ્રયોગ માટે ટેબલ પર મૂકી કૂદવા કહ્યું એટલે તીડ પૂરી તાકાતથી કૂદકો માર્યો, ત્યાં વૈજ્ઞાનિક નિશાની કરી. હવે વૈજ્ઞાનિકે તીડનો એક પગ તોડી નાખ્યો, પછી તીડને કૂદવા કહ્યું, તીડ પહેલા કરતા થોડું ઓછું કૂદી શક્યું, ત્યાં નિશાની કરી. પછી ત્રીજો પગ તોડી નાખ્યો, આમ ક્રમશ: બધા પગ તૂટી જતાં તીડને કૂદવા કહ્યું ત્યારે તે હલી પણ શક્યું નહિ. 
       વૈજ્ઞાનિક દ્વારા તારણ કાઢવામાં આવ્યું કે, તીડ નો એક પગ તૂટવા થી તેને ઓછું સંભળાતું તેથી તે ઓછું કૂદી શક્યું અને ક્રમશ: પગ તૂટતાં ગયા અને છેલ્લે તીડ નો એક પણ પગ ન રહ્યો ત્યારે તીડ બહેરું થઈ ગયું તેથી તે હાલી પણ શક્યું નહિ.

બોધ : આ વાર્તામાં આપણને ખબર છે કે, તીડ તેના પગ તૂટવાના કારણે બહેરું થયું નથી પરંતુ કૂદવા માટે ની ક્ષમતા (શકિત) પગ તૂટવા થી ઓછી થઈ જેના કારણે કૂદી શકતું ન હતું. આમ આપણે પણ જીવનમાં બનતી બે ઘટનાઓને એકબીજા સાથે કોઈપણ સંબંધ ન હોવા છતાં તેને જોડવાનો પ્રયાસ કરીએ છીએ, જેના કારણે અંધશ્રદ્ધા, વહેમો, કુરિવાજો નો જન્મ થાય.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Spin Button સાથે List Spin Button સાથે List − + Item દેખાશે