ચોમાસામાં ખૂબ જ વરસાદ પડ્યો. કૂવો આખો ભરાય ગયો, દેડકાના બચ્ચાં મસ્તી-મજા કરતા કૂવાની ઉપર પહોંચી ગયા અને જોયું તો એક હાથીને આવતો જોયો. દેડકા ના બચ્ચાં ડરી ગયા અને કુવા માં પાછા જતા રહ્યા. ચારેય બચ્છાઓએ તેના પિતા ને કહ્યું "બાપુ તમારા થી પણ મોટું પ્રાણી આ દુનિયામાં છે" એટલે દેડકાનું અભિમાન ઘવાયું અને કહે "મારાથી મોટું કોઈ જ નથી" એમ કહી તેણે શ્વાસ લઈ હવા ભરી દેડકો થોડો ફુલયો, ને કહે આટલું મોટું હતું પ્રાણી? . બચ્ચાં કહે હજી પણ મોટું. આમ દેડકા એ વધુ હવા ભરી પેટ ફૂલાવ્યું કહ્યું આટલો મોટો. બચ્ચાં કહે ના હજુ પણ મોટું પ્રાણી હતું. આમ દેડકો હવા ભરતો ગયો અને છેલ્લે દેડકાનું પેટ ફાટી ગયું અને તે મૃત્યુ પામ્યો.
બોધ: આમ, આ વાર્તા પરથી આપણને બોધપાઠ મળે છે કે ખોટું અભિમાન કરવું જોઈએ નહિ. આ દુનિયામાં આપણાથી પણ શ્રેષ્ઠ વ્યક્તિઓ હોય શકે છે. તેથી જ કહેવામાં આવે છે કે કૂવામાંના દેડકા ન બનવું જોઈએ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો