બોધ : આમ નિષ્ફળતા મળતા નાસીપાસ થવું જોઈએ નહિ, પરંતુ તેના કારણો જાણી અથાગ મહેનત કરવી જોઈએ.
આ બ્લોગમાં પ્રેરક વાર્તાઓ, ઉપયોગી ટ્રિક્સ, સુવિચાર, જાણવા જેવું વગેરે ઉપલબ્ધ થશે. https://edusparkk.blogspot.com/
ગુરુવાર, 2 જાન્યુઆરી, 2025
નિષ્ફળતા જ સફળતાની ચાવી છે
એક વિનય નામનો છોકરો ધોરણ -૧૦ માં અભ્યાસ કરતો. તેની પરીક્ષાનું પરિણામ આજે આવવાનું હતું. પરીક્ષાનું પરિણામ જોયું તો વિનય ચાર વિષય માં નાપાસ થયો હતો. વિનયને પરિવારજનોએ ઠપકો આપ્યો એટલે વિનયની મનમાં આઘાત લાગ્યો. તેથી તેને નિર્ણય કર્યો કે તે આત્મહત્યા કરશે. તેથી તે દોરડું લઈ જંગલમાં ચાલ્યો ગયો, ત્યાં ઝાડ ઉપર દોરડું બાંધી ફાંસો તૈયાર કર્યો. હવે વિનય ફાંસો ખવાની તૈયારીમાં જ હતો ને તેની નજર એક વાંદરાના બચ્ચાં ઉપર પડી, તે એક ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદી ને જવા પ્રયત્ન કરતું હતું પરંતુ તે નીચે પડી જતું હતું. તેથી બચ્ચાં એ ફરી કૂદકો માર્યો, ફરી પડી ગયું, આમ ને આમ ૭-૮ વખત પ્રયત્નો કર્યા, પછી વાંદરાનું બચ્ચું ૯ મી વખતના પ્રયત્ને તે બીજા ઝાડ પર જતા શીખી ગયું. આ ઘટના જોયા પછી વિનયને સમજાયું કે પરીક્ષા માટે મે સારી મહેનત કરી નથી, તેની તેને આત્મહત્યા નો વિચાર રદ કરી ઘરે ગયો. અને ફરી થી દિલ થી મહેનત કરવા લાગ્યો, બોર્ડની પરીક્ષામાં સારા પેપર લખ્યા પછી પરિણામ આવ્યું, પરિણામ જોતા બધા જ આશ્ચર્યચકિત થઈ ગયા. વિનય પ્રથમ નંબર થી પાસ થયો અને બધા તેની વાહવાહી કરવા લાગ્યા.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
Spin Button સાથે List Spin Button સાથે List − + Item દેખાશે
-
લેખક: EduSparkk આજના સમયમાં YouTube માત્ર મનોરંજન માટે જ નહીં 🎬, પણ શીખવા 📚, નવો કૌશલ્ય મેળવવા 💡, કમાણી કરવા 💰 અને રોજિંદા સમસ્યાઓના ઉક...
-
ગુજરાત સરકાર દ્વારા દરેક સરકારી કર્મચારીઓ માટે કર્મયોગી karmyogi.gujarat.gov.in પોર્ટલની રચના કરી છે. આ પોર્ટલ લેપટોપ તથા મોબાઇલમાં ખો...
-
બ્લેન્ડર સોફ્ટવેર: મફત 3D ડિઝાઇન માટે શ્રેષ્ઠ ટૂલ Blender એટલે શું? Blender એ એક મફત અને ઓપન સોર્સ 3D સોફ્ટવેર છે, જેનો ઉપયોગ 3D મોડેલિંગ,...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો