સોમવાર, 13 જાન્યુઆરી, 2025

મૂલ્ય

     એકવાર એક જગ્યાએ ખાંડ અને હીરા ભરેલા થેલો મૂકવામાં આવ્યો. થોડીવાર થઈને , કીડીઓનું ટોળું આવ્યું, અને ખાંડ ઉપર તૂટી પડ્યું. કીડીઓએ મૂલ્યવાન હીરાની સામે જોયું પણ નહિ, અને ખાંડ લઈને જવા લાગ્યું.
      શું આ બાબતે હીરાને ખોટું લાગવું જોઈએ? કે મારું કોઈ મૂલ્ય નથી?  મારી કોઈ ઈજ્જત નથી કરતું !,  ના તેણે બિલકુલ ખોટું ન લાગવું જોઈએ કારણ કે, કીડી ને હીરાના મૂલ્યની શી ખબર? , આમ આપણા જીવનમાં પણ કેટલીક વાર એવું બનતું હોય છે કે, આપણને જે માન- સન્માન મળવું જોઈએ તે મળતું નથી કારણ કે, આપણું મૂલ્ય આંકવાની ક્ષમતા તેઓમાં હોતી નથી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Spin Button સાથે List Spin Button સાથે List − + Item દેખાશે