એક દિવસ અકબર અને થોડા સૈનિકો જંગલમાં શિકાર કરવા નીકળ્યા, અચાનક અકબર સૈનિકોથી અલગ પડી ગયા. જંગલ ઝાડીઓમાં ખોવાઈ જાય, એટલામાં જંગલી આદિવાસીઓએ તેમને કેદ કર્યા. અને તેમના સરદાર પાસે લઈ ગયા. તેના સરદારે અકબરને રાત્રે બલી ચડાવવાનો આદેશ કર્યો. સાંજ પડી એટલે બધા ભેગા થાય, અકબરને લાકડા સાથે બાંધીને બલી માટે તૈયાર કર્યો. પરંતુ એક આદિવાસીની નજર તેના અંગૂઠા પર ગઈ તે કપાયેલો હતો, તેથી આવા ખંડિત મનુષ્યની બલી ભગવાનને ન ચડે એટલે સરદારે તેને છોડી મૂક્યો. અકબર જીવ બચાવી જંગલ માંથી બહાર આવ્યો. તેને રાજ્યમાં પ્રવેશતાની સાથે બીરબલને જેલમાંથી બહાર કાઢ્યો. અને કહ્યું તે કહ્યું હતું કે જે થાય તે સારા માટે જ થાય તેના લીધે આજે હું બચી ગયો. અને તેનું સન્માન કર્યું. પરંતુ અકબરે કહ્યું બીરબલ જે થાય સારા માટે જ થાય તો, મે તને જેલ માં નાખ્યો તે તો સારું ન હતું. એટલે બીરબલ હસી ને કહે, બાદશાહ જો મને જેલમાં ન નાખ્યો હોત તો તમે શિકાર પર મને અવશ્ય લઈ જતા, આદિવાસીઓ તમને ખંડિત માની છોડી દેતા પરંતુ મારી બલી ચડી જતી.
"આમ જે થાય તે સારા માટે જ થાય છે."
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો